અગાઉ યુવાનની હત્યાના બનાવમાં વધુ એક પોલીસ ફરીયાદ નોંધાઈ….

વાંકાનેર તાલુકાના જાલસિકા-વસુંધરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચે ગામમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો વિરોધ કરી તંત્ર સમક્ષ રજૂઆતો કરેલ હોય, જે બનાવમાં અગાઉ સરપંચ પર હુમલો કરી માર માર્યા બાદ સામાપક્ષે કરેલ હુમલામાં યુવાનની હત્યા થયેલ હોય, જે બાદ આ મામલે વધુ એક પોલીસ ફરીયાદ નોંધાઈ છે, જેમાં અદાવત રાખીને સરપંચના બે પુત્રો પર ઘાતક હથિયારો વડે જાનલેવા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાની જાલસિકા-વસુંધરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ધીરૂભાઈ ડાંગર દ્વારા ગામમાં ચાલતી કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, બોગસ પ્રમાણપત્રો અને ખનિજ ચોરી અંગે તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આ જ બાબતનું મનદુઃખ અને અદાવત રાખીને આરોપીઓએ સરપંચના પુત્રોને નિશાન બનાવ્યા હોવાનું ખૂલ્યું છે…

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સરપંચ પુત્રો જીવનદીપભાઈ ધીરૂભાઈ ડાંગર અને તેમના ભાઈ એભલભાઈ પિતાની શોધખોળ માટે ઘરેથી નીકળ્યા હોય દરમિયાન વસુંધરા ગામે દૂધ મંડળી પાસે આરોપી ૧. લાલાભાઈ સામંતભાઈ સરૈયા, ૨. વિરમ સામંતભાઈ સરૈયા, ૩. સુરેશ રેવા સરૈયા, ૪. ગોપાલ લાલા સરૈયા અને ૫. શૈલેષ રેવા સરૈયાએ બંને ભાઈઓને ઘેરી ગાળો ભાંડીને કુહાડી, લોખંડના પાઈપ અને લાકડી જેવા ઘાતક હથિયારો વડે એકાએક હુમલો કરી માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી…

આ જીવલેણ હુમલામાં જીવનદીપભાઈને માથાના ભાગે હેમરેજ અને હાથ-પગમાં ફ્રેક્ચર જેવી મરણતોલ ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ભાનમાં આવ્યા બાદ જીવનદીપભાઈએ આપેલી ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



