
મોમીન સમાજની આસ્થાના પ્રતિક સમા મોમીનશાહ બાવાના 26માં ઉર્ષની પરંપરાગત રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાઇ.…

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે ગઈકાલે મંગળવારે મોમીન સમાજની આસ્થાના પ્રતિક સમા મહાન સુફી સંત અને મોમીન કોમના રાહબર એવા હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવાનો ઉર્ષ મુબારકની પરંપરાગત રીતે આસ્થાભેર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારો અનુયાયીઓની હાજરીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા….

મોમીનશાહ બાવાના મોટા દિકરા, સજજાદાનશીન અને મોમીન કોમના પીર, રાહબર, ગાદીપતિ અલ્હાજ હઝરત પીર સૈયદ વિઝારતહુશેન બાવા સાહેબના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ઉર્ષ મુબારકની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સોમવારે રાત્રીના ખાસ હઝરત પીર સૈયદ અલીનવાઝ બાવા દ્વારા તકરીર(બયાન) નું પણ સુંદર આયોજન કરાયું હતું, જે બાદ રવિવારે સવારે કુર્આન ખ્વાની, ત્યારબાદ ન્યાઝ અને બપોર બાદ બાવા સાહેબના કુટુંબીજનોની હાજરીમાં સંદલ શરીફની પવિત્ર રશમ અદા કરવામા આવી હતી…

ઉર્ષના મુબારક પ્રસંગે સમગ્ર દરગાહ શરીફના કંપાઉન્ડને લાઈટો અને ફુલોથી સણગારવામાં આવી હતી, જેમાં રાત્રીના લાઇટોનું ઝગમગતું અંજવાળું દુરથી પણ ઉડીને આંખે વળગે તેવું આકર્ષક પેદા કરે છે. છેલ્લા બે દિવસથી ચાલતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો દરમિયાન હજારો અનુયાયીઓએ દરગાહ શરીફની મુલાકાત લીધી હતી. આ તકે હઝરત પીર સૈયદ ડો. અલીનવાઝ બાવા લિખીત પાકી ઔર નમાઝ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું, જેનુ તમામ અનુયાયીઓમાં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું…



