Saturday, February 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર સીટી પીઆઇ સોલંકીની બદલી કરતા જીલ્લા પોલીસ વડા, નવા પીઆઈ તરીકે...

    વાંકાનેર સીટી પીઆઇ સોલંકીની બદલી કરતા જીલ્લા પોલીસ વડા, નવા પીઆઈ તરીકે એચ. વી. ઘેલાની નિમણૂક કરાઇ….

    મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી જાહેરહિતમાં આજે વાંકાનેર સીટી પી.આઈ. તરીકે ફરજ બજાવતા પી. ડી. સોલંકીની બદલી કરી તેઓને IUCAW-મોરબી ખાતે મુકવામાં આવ્યા છે. આ સાથે જ IUCAW-મોરબીમાં રહેલ પી.આઈ. શ્રી એચ. વી. ઘેલાની વાંકાનેર સીટી પી.આઈ. તરીકે નિમણૂક કરવામાં આવી છે….

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી વાંકાનેર સીટી પીઆઈ સોલંકી કેટલાક વિવાદોથી ઘેરાયેલા હોય, અને અવારનવાર અરજદારો સાથે ગેરવર્તન અને પોલીસ ફરિયાદ નોંધવામાં આનાકાનીની ફરિયાદો પીઆઈ સામે ઉઠી હોય ત્યારે આજે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી જાહેરહિતમાં વાંકાનેર સીટી પીઆઈ પી. ડી. સોલંકીની બદલી કરી તેમને IUCAW-મોરબીમાં મુકી અને વાંકાનેર સીટી પોલીસમાં નવા પીઆઈ તરીકે IUCAW-મોરબીમાં રહેલ શ્રી એચ. વી. ઘેલાની નિમણૂક કરવામાં આવી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!