વાંકાનેર પંથકમાં વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી ઇમરાનભાઈ ઉર્ફે ભુરો ઇબ્રાહિમભાઈ પઠાણ (ઉ.વ. ૪૧, રહે. ગેલેક્સી સોસા., ચંદ્રપુર) વિરુદ્ધ તાલુકા પોલીસ ટીમ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કરતાં પાસા દરખાસ્ત મંજુર થતાં પોલીસ દ્વારા આરોપીની વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચેક પોસ્ટ ખાતેથી અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી આરોપીને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઇ ડી. વી. ખરાડી, એએસઆઇ ચમનભાઈ ચાવડા, હેડ કો. કીર્તિસિંહ જાડેજા, કો. અજયસિંહ ઝાલા, અશ્વિનભાઈ રંગાણી, સામંતભાઈ છુછીયા, દિવ્યરાજસિંહ ઝાલા, બ્રિજેશભાઈ બોરીચા, રાજેશભાઈ પલાણી, શક્તિસિંહ પરમાર સહિતના રોકાયા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1