વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જિજ્ઞાસાબેન મેરના હસ્તે ખાતમુહૂર્ત કરાયુ….
વાંકાનેર તાલુકાના જાલીડા ગામ ખાતે આવેલ તળાવનું રૂ. 39.95 લાખના ખર્ચે રીપેરીંગ અને મેન્ટેનન્સ વર્કનું કામ મંજૂર થયુ હોય, જે કામનું આજરોજ વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું…
આ યોજનામાં નાની સિંચાઈ યોજનામાં તળાવ ઊંડું કરવાનું, પાળનું જંગલ કટીંગ, માટીકામ અને પેચિંગ કામ સહિતની કામગીરી કરવામાં આવશે, જેનાથી તળાવની સંગ્રહ ક્ષમતામાં વધારો તેમજ પાળની મજબૂતાઇમાં વધારો થશે. આ તકે જાલીડા ગામના આગેવાન જગદીશભાઈ રબારી, રતાભાઈ હાડગરડા, ભૂપતભાઈ ભરવાડ, ગોવિંદભાઈ લોહ, લાલાભાઈ ભરવાડ, પ્રવિણભાઈ ભરવાડ, ભાજપ અગ્રણી નરેન્દ્રભાઈ સોલંકી સહિતના ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર તાલુકામાં પિવાના પાણી અને સિંચાઈના પાણી માટેના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા ગુજરાત સરકારના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી હોય, ત્યારે ગામના નાગરિકો અને જીજ્ઞાસાબેન મેરે દ્વારા કેબિનેટ મંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો…