Thursday, July 2, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : ચંદ્રપુર દરગાહ પાસે હાઇવે પર સેફ્ટી ગ્રીલ સાથે બાઇક અથડાતા...

    વાંકાનેર : ચંદ્રપુર દરગાહ પાસે હાઇવે પર સેફ્ટી ગ્રીલ સાથે બાઇક અથડાતા યુવાનનું કરૂણ મોત…

    વાંકાનેર નેશનલ હાઇવે પર અકસ્માતોની હારમાળા યથાવત છે, ત્યારે વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં વાંકાનેરથી શેખરડી ગામ તરફ બાઇક પર રોજગારી અર્થે જતા એક યુવાનનું બાઇક ચંદ્રપુર દરગાહ નજીક રોડની સેફ્ટી ગ્રીલ સાથે ધડાકાભેર અથડાતા યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. ૧૪ જૂનના રોજ વાંકાનેરના જીનપરા ખાતે રહી કડીયા કામ કરતા અજયકુમાર મધુરામ વર્મા (ઉ.વ. ૩૦, મુળ રહે. રાજસ્થાન) પોતાનું બાઇક નં. RJ-23-BK-9038 લઈને વાંકાનેરથી શેખરડી ગામ તરફ કડિયાકામ કરવા માટે જઈ રહ્યા હોય દરમ્યાન વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર દરગાહ પાસે નેશનલ હાઇવે પર સર્વિસ રોડની સેફ્ટી ગ્રીલ સાથે બાઇક ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં અજયકુમારને પગના ભાગે તેમજ માથાના ભાગે જીવલેણ ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!