Tuesday, August 18, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની મેઈન બજારમાં જવેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા અજાણ્યા સ્ત્રી-પુરુષ સોનાની બુટી...

    વાંકાનેરની મેઈન બજારમાં જવેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા અજાણ્યા સ્ત્રી-પુરુષ સોનાની બુટી ચોરી ફરાર….

    વાંકાનેર શહેરની મેઈન બજારમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે, જેમાં હીરાપન્ના કોમ્પ્લેક્સ પાસે આવેલી એક જવેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા એક અજાણ્યા પુરુષ અને મહિલાએ વેપારીની નજર ચૂકવીને કિંમતી સોનાની બુટીની ચોરી કરી ફરાર થઇ ગયા છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે…

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદી કાનાભાઈ જોધાભાઈ ડાભી (રહે. ખોરાકમાં, રાજકોટ) ને વાંકાનેર શહેરની મુખ્ય બજારમાં હીરાપન્ના કોમ્પ્લેક્સ પાસે ‘જય દ્વારકાધીશ જવેલર્સ’ નામની સોના-ચાંદીના દાગીનાની દુકાન આવેલ હોય જેમાં ગત તારીખ ૧૫મી ઓગસ્ટના રોજ સવારના સમયે તેમની દુકાનમાં એક અજાણી મહિલા અને એક અજાણ્યો પુરુષ ગ્રાહક બનીને આવ્યા હતા…

    આ બંને શખ્સોએ દુકાનમાં સોનાના દાગીના જોવાનું શરૂ કરી ચાલાકીપૂર્વક વેપારી કાનાભાઈની નજર ચૂકવી ૫ ગ્રામ વજનની સોનાની બુટી (કિંમત રૂ. ૮૧,૪૦૦) સેરવી લીધી હતી. ચોરી કર્યા બાદ બંને ગઠિયાઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. બાદમાં દુકાનદાર કાનાભાઈ ડાભીને ચોરી થઈ હોવાની જાણ થતાં જ તેઓએ તાત્કાલિક વાંકાનેર સીટી પોલીસ મથકનો સંપર્ક કરી અજાણ્યા સ્ત્રી-પુરુષ વિરુદ્ધ ફરીયાદ નોંધાવ છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    https://chat.whatsapp.com/GiPDDC7EwD1CsGSIWmtTTx

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!