Wednesday, July 1, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વસુંધરા ગામે ચાલતી દૂધ મંડળી ગેરકાયદેસર હોવાના આક્ષેપ, ઉગ્ર રજૂઆત બાદ...

    વાંકાનેરના વસુંધરા ગામે ચાલતી દૂધ મંડળી ગેરકાયદેસર હોવાના આક્ષેપ, ઉગ્ર રજૂઆત બાદ તપાસના આદેશ….

    ગ્રામ પંચાયતના બોગસ લેટરપેડ, સરપંચ-તલાટીની ખોટી સહી અને સિક્કાઓનો ઉપયોગ કરાયો હોવાના આક્ષેપ : સરપંચ

    વાંકાનેર તાલુકાના વસુંધરા ગામમાં ગ્રામ પંચાયતના બોગસ લેટરપેડ, સરપંચ-તલાટીની ખોટી સહી અને સિક્કાઓનો ઉપયોગ કરી છેલ્લા બે વર્ષથી ‘વસુંધરા પશુપાલક મહિલા દૂધ મંડળી’ ના નામ ગેરકાયદેસર દુધ મંડળી ચલાવવામાં આવતી હોવાનો મોટો પર્દાફાશ થયો છે….

    બાબતે જાલસીકા-વસુંધરા ગામના સરપંચ ધીરુભાઈ ડાંગર અને સામાજિક કાર્યકર યુવરાજસિંહ જાડેજાએ આજરોજ મોરબી જિલ્લા રજીસ્ટ્રાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ મંડળી એક રેવન્યુ તલાટીના પત્નીના નામે ચાલી રહી છે, જેમાં નિયમ મુજબ બે મંડળી વચ્ચે ૧.૫ કિલોમીટરનું અંતર હોવું જોઈએ, પરંતુ અહીં માત્ર ૧૦૦ મીટરના અંતરે ગેરકાયદેસર રીતે મંડળીઓ ઊભી કરી દેવાઈ છે. સરપંચ દ્વારા છેલ્લા ૨ વર્ષમાં ૨૨ જેટલી અરજીઓ અને RTI કરવામાં આવી હતી. RTI ના જવાબ મુજબ વર્ષ ૨૦૨૩માં જ આ મંડળીની દરખાસ્ત નામંજૂર થઈ ગઈ હતી, તેમ છતાં ડેરીમાં નિયમિત દૂધ ભરાવવામાં આવી રહ્યું છે…..

    રજૂઆતોના પગલે મોરબી જિલ્લા રજિસ્ટ્રાર ડૉ. બિમલ પટેલે તાત્કાલિક ધોરણે આ ગેરકાયદે મંડળીનું દૂધ બંધ કરાવવાનો આદેશ આપ્યો છે અને આગામી દસ દિવસમાં તપાસ કરી કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ મામલે જો ૧૦ દિવસમાં યોગ્ય પગલાં નહીં લેવાય અને જરૂર પડ્યે પોલીસ ફરિયાદ નહીં થાય, તો અરજદારો દ્વારા સહકારિતા મંત્રી સુધી રજૂઆત કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!