
વાંકાનેર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી સહિત ૫ સંતોની ૧૬ દિવસની ઐતિહાસિક સ્થિરતા (શેષકાળ) દરમિયાન ભારે ધર્મોલ્લાસ છવાયો હતો. આ સમયગાળામાં વ્યાખ્યાન, રાત્રી પ્રવચન, તપારાધના, પાર્શ્વ પદ્માવતી મંત્ર સાધના અને પાસઠિયા યંત્ર આરાધનામાં યુવાનો સહિત સકળ સંઘે ઉત્સાહભેર ભાગ લેતાં પર્યુષણ પર્વ જેવો ભક્તિમય માહોલ સર્જાયો હતો…
આ દરમિયાન રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહજીએ ખાસ પધારીને ગુરુ દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત ગોપાલ સંપ્રદાયના પૂજ્ય ઉત્તમકુમારજી ગુરુદેવ સાથે મિલન અને પૂ. વર્ષાજી મ.સ. સહિત અન્ય સતીજીઓના પણ સંઘને દર્શન-લાભ મળ્યા હતા. માતૃશ્રી વિમળાબેન બાબુલાલ ખીમચંદ શેઠ પરિવારે સાધર્મિક ભક્તિનો લાભ લીધો હતો, જ્યારે અન્ય દાતાઓએ પ્રભાવનામાં સહયોગ આપ્યો હતો…

આ સમગ્ર આયોજનની સફળતા માટે સંઘ પ્રમુખ અનંતભાઈ મહેતા, સચીનભાઈ, અલ્પેશભાઈ, હર્ષદભાઈ, ઉપેન્દ્રભાઈ, ભાવિનભાઈ, ધવલભાઈ, સહિતના અગ્રણીઓ તથા ‘AAA ગ્રુપ’ દ્વારા સુંદર વ્યવસ્થા સંભાળવામાં આવી હતી…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0




