વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી ચેક પોસ્ટ ખાતેથી દેશી દારૂ ભરેલ ઇનોવા કારને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે વાંકાનેર તરફ પોતાની કાર હંકારી લેતા પોલીસે ખાનગી વાહનોમાં ફિલ્મી ઢબે કારનો પીછો કરી વઘાસીયા ટોલનાકા ખાતે કારમાંથી દેશી દારૂના જથ્થા સહિત 2.60 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા બાઉન્ડ્રી ચેકપોસ્ટ ખાતે ચોક્કસ ખાનગી બાતમીને મહિનાના આધારે પસાર થતી એક ઇનોવા કાર નંબર GJ 10 F 8160 ને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે પોતાનું વાહન વાંકાનેર તરફ હંકારી મુકતા પોલીસે ખાનગી વાહનમાં ઇનોવા કારનો પીછો કરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ખાતે કાર ને રોકી તલાસી લેતા કારમાંથી 300 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દેશી દારૂ તથા કાર સહિત 2.60 લાખના મુદ્દામાલ સાથે આરોપી શાનબાજ આસિફભાઇ મીર (રહે. જોગાસર રોડ, ધ્રાંગધ્રા)ને ઝડપી લીધો હતો…
આ બનાવમાં ઝડપાયેલ આરોપીની પૂછપરછ કરતા દેશી દારૂનો જથ્થો મંગાવનાર તરીકે રેહાનભાઈ ઇમરાનભાઈ પલેજા (રહે. કાલિકા પ્લોટ, મોરબી) તથા દેશી દારૂનો જથ્થો મોકલનાર તરીકે અનિલભાઈ ઉર્ફે અમરદીપભાઈ ભાભલુભાઈ ગોવાળિયા (રહે ખાટડી, તા. ચોટીલા)નું નામ ખુલતા પોલીસે ત્રણેય ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી ફરાર બંને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે….