
આગામી વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણીમાં પંચાસર બેઠક પર ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, આ ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વઘાસીયા ગામના અનુભવી, વરિષ્ઠ અને અત્યંત લોકપ્રિય નેતા ઘનશ્યામસિંહ લખુભા ઝાલા (ઉર્ફે ઘનુભા) ને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેમના ચૂંટણી જંગમાં ઝંપલાવવાથી સ્થાનિક મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પંચાસર બેઠક પર કોંગ્રેસનો વિજય લગભગ નિશ્ચિત મનાઈ રહ્યો છે….

કોંગ્રેસના ઉમેદવાર ઘનુભા સ્થાનિક રાજકારણમાં ખૂબ જ ઊંડી પકડ ધરાવે છે. તેઓ અગાઉ સ્થાનિક સહકારી મંડળીના પ્રમુખ તરીકે તેમજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે. એક અગ્રણી ઉદ્યોગપતિ હોવાની સાથે સાથે ઘનુભા સમગ્ર પંચાસર અને વાંકાનેર વિસ્તારમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સતત સંકળાયેલા રહે છે. તેમના સેવાભાવી સ્વભાવ અને લોકો સાથેના સીધા સંપર્કના કારણે તેઓ આ બેઠક પર જીતના સૌથી પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે…

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પંચાસર બેઠક પર કોંગ્રેસને માત્ર નજીવા મતોથી જ હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ વખતે સમીકરણો બદલાયા છે અને ઘનશ્યામસિંહ ઝાલા જેવા મજબૂત ઉમેદવારને મળતા વ્યાપક અને પ્રચંડ જનસમર્થનને જોતા રાજકીય વર્તુળોમાં એવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે કે આ વખતે પંચાસર બેઠક પર કોંગ્રેસ માત્ર જીતશે જ નહીં, પરંતુ જંગી બહુમતીથી ઐતિહાસિક વિજય મેળવશે. સમગ્ર વિસ્તારમાં હાલ ‘પરિવર્તન’ નો પવન ફૂંકાઈ રહ્યો હોય તેવો માહોલ સર્જાયો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t






