મોરબી જિલ્લામાં બકરી ઈદના તહેવાર નિમિત્તે જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ. જે. ખાચર દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે….
આ જાહેરનામા અનુસાર કોઈપણ ઈસમે આગામી તા.૦૯/૦૬/૨૦૨૫ સુધી અધિકૃત કતલખાનાની બહાર કે કોઈ જાહેર ખાનગી સ્થળોએ જ્યાં બહારથી જોઈ શકાય તેવી રીતે કોઈપણ પશુઓની કતલ કરવી નહીં. સમગ્ર મોરબી જિલ્લા વિસ્તારની હદમાં કોઈ શેરીમાં જાહેર સ્થળોમાં દેખાય તે રીતે અન્ય પશુની કતલ કરવી નહીં. બકરી ઈદના તહેવાર પછી જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા નહીં.
આ જાહેરનામું આગામી ૦૯/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે તથા આ જાહેરનામનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા અનુસાર શિક્ષાને પાત્ર થશે, જેની તમામ નાગરિકોને નોંધ લેવા જણાવવામાં આવ્યું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA