
આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીત નિશ્ચિત કરવા કોંગ્રેસે વાંકાનેરની પંચાસીયા જીલ્લા પંચાયત બેઠક તેમજ તેના હેઠળની પંચાસીયા, પંચાસર અને હસનપર એમ ત્રણેય તાલુકા પંચાયત બેઠકો પર ફૂંકી-ફૂંકીને મજબૂત ઉમેદવાર મેદાને ઉતાર્યા છે. જેમાં પંચાસીયા જીલ્લા પંચાયત બેઠક પર સામાજિક અગ્રણી અકબરભાઈ બાદીના પત્ની કુલસુમબેન બાદીને ટિકિટ આપીને કોંગ્રેસે આ બેઠક પર પોતાની જીતનો દાવો વધુ મજબૂત કર્યો છે.…

રાજકીય સમીક્ષકોના મતે, આ બેઠક પર સામાજિક અને રાજકીય અગ્રણી અકબરભાઈ બાદીની ખુબ સારી પકડ હોય, તેમજ જીલ્લા પંચાયત નીચે આવતી ત્રણેય તાલુકા પંચાયત બેઠકો પર પણ કોંગ્રેસે મજબૂત અને અડીખમ ઉમેદવારોને ટીકીટ આપતા આ વિસ્તારમાં કોંગ્રેસની પકડ મજબૂત બની છે….

અગાઉની ચૂંટણીઓમાં જ્યારે અકબરભાઈ આ સીટ પરથી વિજયી બન્યા હતા, ત્યારે તેમને ગ્રામ્ય વિસ્તારોમાંથી એકતરફી સમર્થન મળ્યું હતું, આવી જ પરિસ્થિતિ પુનઃ સરજાઇ છે. વર્તમાન ચુંટણી પુર્વે જ આ વિસ્તારમાં પંચાસીયા, વાંકીયા, રાણેકપર, પંચાસર, વઘાસીયા, ભોજપરા, ધર્મનગર, હસનપર, ધમલપર સહિતના ગામોમાં કોંગ્રેસ ઉમેદવારોનું પ્રભુત્વ અને લોકચાહના અકબંધ છે. ગત ચૂંટણીઓના આંકડા અને હાલના સમીકરણો જોતા કોંગ્રેસની આ રણનીતિ વિપક્ષ માટે મોટો પડકાર ઉભો કરી શકે છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t





