આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વાંકાનેર પંથકમાં રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી મહીકા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસે પોતાનો દાવો મજબૂત કર્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આ મહત્વની બેઠક પર ગારીયા ગામના યશવંતબા કિર્તિરાજસિંહ વાળાને સત્તાવાર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવતા સ્થાનિક કાર્યકરો અને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે….

આ ઉમેદવારી પાછળનું મુખ્ય કારણ વાળા પરિવારની વર્ષોની નિઃસ્વાર્થ લોકસેવા છે. ઉમેદવારના પતિ કિર્તિરાજસિંહ વાળા વર્ષોથી કોઈપણ પ્રકારના રાજકીય વાદ-વિવાદથી દૂર રહીને લોકોની વચ્ચે રહ્યા છે. કોઈપણ મોટા પદ કે પ્રતિષ્ઠાની પરવાહ કર્યા વિના તેઓ કોંગ્રેસના એકનિષ્ઠ અને વફાદાર સૈનિક તરીકે કામ કરતા આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ તેમના આ સમર્પણ અને વફાદારીની નોંધ લઈને તેમના પરિવાર પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે...

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ ઉમેદવાર યશવંતબા અને તેમના પતિ કિર્તિરાજસિંહ વાળા બંને અગાઉ ગારીયા ગામના સરપંચ તરીકેની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી ચૂક્યા છે. ઐતિહાસિક રીતે જોવામાં આવે તો મહીકા જિલ્લા પંચાયત બેઠક વર્ષોથી કોંગ્રેસનો અભેદ્ય ગઢ માનવામાં આવે છે. આ વિસ્તારના મતદારો હંમેશા કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા રહ્યા છે.
ત્યારે આ વખતે પણ એક સ્વચ્છ અને લોકપ્રિય ચહેરો મેદાનમાં હોવાથી કોંગ્રેસ ફરી એકવાર જંગી બહુમતી સાથે અહીં જીતનો વિજય પતાકો લહેરાવવા માટે સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહી છે. કોંગ્રેસ ઉમેદવારને ગામેગામ મળી રહેલા આવકાર અને જનસમર્થનને જોતા રાજકીય પંડિતો પણ માની રહ્યા છે કે આ વિસ્તારના લોકો તેમને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે કટિબદ્ધ થયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t






