
વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતી એક મહિલાને પેટના અસહ્ય દુખાવાની સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તબિયત વધુ લથડતાં આંચકી ઉપડતા તેમનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બાબતે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ થાનગઢના વતની અને હાલ વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામે રહેતા રવિનાબેન કિશનભાઈ માંધડ (ઉંમર વર્ષ ૨૫) નામના મહિલાને અચાનક પેટમાં તીવ્ર દુખાવો તથા પેશાબમાં લોહી આવવાની તકલીફ સાથે વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય, જ્યાં સારવાર દરમિયાન ઇન્જેક્શન બાદ મહીલાને આચકી (ખેંચ) ઉપડતા તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ રવિનાબેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t
https://chat.whatsapp.com/GiPDDC7EwD1CsGSIWmtTTx



