Tuesday, June 2, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના પલાસ નજીક ગમખ્વાર અકસ્માત : ઓવરટેક કરવા જતાં બે બાઇક અથડાયા,...

    વાંકાનેરના પલાસ નજીક ગમખ્વાર અકસ્માત : ઓવરટેક કરવા જતાં બે બાઇક અથડાયા, લુણસરના યુવાનનું મોત….

    વાંકાનેર પંથકમાં વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં વાંકાનેરની પલાસ-પાડધરા ચોકડી વચ્ચે પલાસા ગામની સીમમાં એક બાઇક ચાલકે ઓવરટેક કરવાના ચક્કરમાં સામેથી આવતા અન્ય બાઇકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં લુણસર ગામના એક આશાસ્પદ યુવાનનું ગંભીર ઈજાઓ થવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી બાઇક ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરના લુણસર ગામે રહેતા ફરિયાદી ભીખાલાલ ત્રિભોવનભાઇ ચાવડા (ઉં.વ. ૪૦) નો દીકરો તરુણ ચાવડા પોતાનું એચ.એફ. ડીલક્ષ મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યો હોય દરમિયાન વાંકાનેરની પલાસ-પાડધરા ચોકડી વચ્ચે, પલાસા ગામની સીમમાં આવેલા એચ. પી. પેટ્રોલ પંપથી પલાસ જતા રોડ પર સામેથી પૂરઝડપે આવતા બાઈક નંબર GJ-13-BL-4283 ના ચાલક દશરથ વિનાભાઇ કોળી (રહે- મંડળાસર, તા. થાન)એ પોતાનું વાહન અત્યંત ગફલતભરી અને બેદરકારીથી ચલાવીને અન્ય વાહનની સાઇડ કાપવા (ઓવરટેક કરવા)નો પ્રયાસ કરી બાઇક ધડાકાભેર તરુણના બાઇક સાથે અથડાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો…

    આ સામસામી ટક્કરમાં તરુણ ચાવડા ફંગોળાઈ જતાં મોઢાના તેમજ પગના ભાગે અત્યંત ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું કરૂણ મોત નિપજયું હતું. જેથી આ મામલે ફરિયાદી ભીખાલાલ ચાવડાની ફરિયાદના આધારે પોલીસે અકસ્માત સર્જનાર આરોપી દશરથ કોળી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!