વાંકાનેર તાલુકાના અમરસર ગામે નવાપરા વિસ્તારમાં રહેતા એક યુવાનને આજ ગામના એક ઇસમ સાથે ઝઘડો થયો હોય, જેમાં તેને ઇજાઓ પહોંચતા યુવાનના રાજકોટ રહેતા ભાઇ-ભાભી પરિવાર સાથે ઘરે સંભાળ લેવા માટે આવેલ હોય, દરમિયાન આરોપીને આ વાતનું સારૂં નહી લાગતાં લોખંડના પાઇપ વડે હુમલો કરી પરિવારની ત્રણ મહિલાને ઇજાઓ પહોંચાડતા આ મામલે આરોપી સામે પુનઃ પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી સોનલબેન રમેશભાઈ ધંધુકીયાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી મુકેશભાઈ વેરસીભાઈ સિતાપરા (રહે. અમરસર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના દિયર વિનોદભાઈને દસ દિવસ પહેલા આરોપી સાથે ઝઘડો થયો હોય જેમાં તેને ઇજાઓ પહોંચી હોય માટે ફરિયાદી તેમના પરિવાર સાથે દિયર ની સંભાળ લેવા માટે રાજકોટથી અમરસર ખાતે ઘરે આવેલ હોય, દરમિયાન આ વાતનું સારું નહીં લાગતા આરોપીએ ફરિયાદી સોનલબેન, દિકરી પુજા તથા સાસુ મોતીબેન પર લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારતા દીકરી પૂજાને ફેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોય, જેથી હાલ આ બનાવમાં આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA