વાંકાનેર શહેર ખાતે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ગ્રામ્ય કક્ષાએ સરપંચોને માનદ વેતન આપવા, વધુ સ્વાયસત્તા આપવા સહિતના મુદ્દાઓ અનુસંધાને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને વાંકાનેર પ્રાંત અધિકારી મારફતે આયોજનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી…
બાબતે આમ આદમી પાર્ટીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, ભારતએ ગામડાઓનો બનેલો દેશ હોય, જેથી ગામડું વિકાસ કરશે તો તાલુકા, જીલ્લા, રાજ્ય અને દેશનો વિકાસ થશે. ગામડાનો વિકાસ વધુ વેગવાન બને એ માટે ગ્રામ પંચાયતોમાં સરપંચ કાર્ય કરી સરકારી યોજનાઓનો લાભ ગામડાઓના લોકો સુધી પહોંચાડતા હોઈ છે, પરંતુ આ ગ્રામ પંચાતના સરપંચને કોઈ પણ પ્રકારનું માનદ વેતન મળતું નથી. જેથી સરકાર દ્વારા ગ્રામ પંચાયતોના સરપંચોને ૧). વધુ નાણાકીય સ્વાયત્તતા આપવામાં આવે, ૨) ભંડોળની ફાળવણી અને ખર્ચની પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવામાં આવે,
૩). સરપંચોને આધુનિક ટેકનોલોજી, જેમ કે ડેટા એનાલિટિક્સ અને ગ્રામીણ વિકાસ માટે AI-આધારિત ટૂલ્સની તાલીમ આપવામાં આવે, ૪). સ્થાનિક સમસ્યાઓના ઝડપી ઉકેલ લાવવામાં આવે, ૫). સરપંચને માનદ વેતન અને સારી સુવિધાઓ મળવી જોઈએ, જેથી જો સરપંચોને યોગ્ય વેતન, તાલીમ, અને સુવિધાઓ (જેમ કે ઓફિસ સ્પેસ, ઇન્ટરનેટ, અને સ્ટાફ સપોર્ટ) આપવામાં આવે, તો તેઓ વધુ સારી રીતે ગામના હિતોનું રક્ષણ કરી શકે. આ ઉપરાંત, ભ્રષ્ટાચાર ઘટાડવા અને પારદર્શિતા વધારવા માટે પણ આવી સુવિધાઓ મદદરૂપ થઈ શકે, જેથી આ બાબતો અંગે સરકાર સત્વરે યોગ્ય નિર્ણય કરી ગુજરાતનાં ૧૪,૦૦૦ થી વધુ ગ્રામ પંચાયતને ન્યાય મળે તેવી માંગ સાથે રજૂઆતો કરવામાં આવી છે…