
ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામે મદીના વેલ્ફેર દ્વારા માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા તહેવારની ઉજવણીના ભાગરૂપે નિઃશુલ્ક હેલ્થ ચેક-અપ કેમ્પ અને હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રુટ કીટ વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું….


બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના પાંચ દ્વારકા સ્થિત તાલુકા શાળા ખાતે આ આરોગ્યલક્ષી કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં દર્દીઓના સ્વાસ્થ્યની સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં લોહીની તપાસ, લીવર અને કિડનીની તપાસ, બ્લડ શુગર (ડાયાબિટીસ) તથા કોલેસ્ટ્રોલ સહિતના અગત્યના ફ્રી મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યા હોય, જે કેમ્પનો ૪૦૦થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો. આ સાથે જ મદીના વેલ્ફેર ગ્રુપ દ્વારા બીમાર દર્દીઓની સેવા માટે ૨૦૦ જેટલી ફ્રુટની કિટો તૈયાર કરી વાંકાનેર વિસ્તારની વિવિધ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓમાં વિતરણ કરવામાં આવી હતી.



