Tuesday, April 21, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરવાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠક પર કોંગ્રેસનું પુનરાવર્તન નક્કી : જેનમબેન કડીવારના...

    વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠક પર કોંગ્રેસનું પુનરાવર્તન નક્કી : જેનમબેન કડીવારના એકતરફી વિજયનો મતદારોને દ્રઢ વિશ્વાસ…

    વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સમગ્ર પંથકમાં ચુંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને વર્ષોથી કોંગ્રેસના અડીખમ ગઢ ગણાતી ‘અરણીટીંબા’ બેઠક પર સૌની નજર મંડાયેલી છે. કોંગ્રેસ હાઇકમાન્ડે આ બેઠક પર એક અત્યંત મજબૂત અને સક્ષમ ઉમેદવાર તરીકે જેનમબેન મહંમદઇદ્રીશ કડીવારને મેદાનમાં ઉતાર્યા છે, જેને પગલે સ્થાનિક મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોના મિજાજ અને વર્ષોની પરંપરા મુજબ અહીં કોંગ્રેસનો એકતરફી વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે….

    આગામી દિવસોમાં વાંકાનેર તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ તમામ બેઠકો પૈકી કોંગ્રેસના ગઢ સમાન અરણીટીંબા બેઠક પર સૌથી વધુ લીડ સાથે કોંગ્રેસ ઉમેદવારનો જ્વલંત વિજય થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ગત ટર્મની સરખામણીમાં આ વખતે ડબલ લીડ સાથે ઐતિહાસિક જીત હાંસલ કરવાનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે…

    હાલ ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ પ્રચાર ઝુંબેશ દરમિયાન કોંગ્રેસના વફાદાર સૈનિક અને ગામના પૂર્વ સરપંચ મહંમદઇદ્રીશ કડીવાર પર લોકો અવિરત પ્રેમ વરસાવી રહ્યા છે. ઉમેદવાર જેનમબેન કડીવાર અને તેમના ટીમને અરણીટીંબા, પાંચદ્વારકા અને અમરસરના મતદાયો તેમને ઉમળકાભેર આવકારી રહ્યા છે. આ ત્રણેય ગામના મતદારો કોંગ્રેસના ઉમેદવાર પર સમર્થન રૂપી હેતની વર્ષા કરી રહ્યા છે….

    કોંગ્રેસના આ અડીખમ ગઢમાં હાઈકમાન્ડની ઉમેદવાર પસંદગી સચોટ સાબિત થઈ રહી છે. પ્રચારમાં ઉમટી રહેલી જનમેદની અને મતદારોનો ઉત્સાહ જોતા સ્પષ્ટ થાય છે કે અરણીટીંબા બેઠકના પરિણામો કોંગ્રેસ માટે અનેક નવા રેકોર્ડ સર્જશે. હવે જોવાનું એ રહે છે કે મતદારોનો આ ઉત્સાહ અને વિશ્વાસ મતપેટીમાં કેટલી જંગી લીડમાં પરિવર્તિત થાય છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!