Sunday, August 2, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરની દિગ્વિજયનગર પેડક સોસાયટીમાંથી ચોરી થયેલ ઇકો કાર સાથે બે ઈસમો...

    વાંકાનેર શહેરની દિગ્વિજયનગર પેડક સોસાયટીમાંથી ચોરી થયેલ ઇકો કાર સાથે બે ઈસમો ઝડપાયાં….

    વાંકાનેરના શહેરની દિગ્વિજયનગર પેડક સોસાયટી (જસદણ સિરામિક બાજુની શેરી)માંથી બે દિવસ પુર્વે મનસુખભાઈ પોપટભાઈ બોચિયાની માલીકીની એક ઈકો કારની ચોરી અંગે વાંકાનેર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાઈ હોય જે બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ ટીમે તપાસનો ધમધમાટ ચલાવી સીસીટીવી ફૂટેજ તથા ટેકનીકલ સોર્સની મદદથી વાંકાનેરની ઢુવા ચોકડી નેશનલ હાઇવે બ્રીજ પાસેથી આરોપી રાકેશ ઉર્ફે રોકી મગનભાઈ વાઢેર (ઉ.વ. ૩૨, રહે. પેડક, વાંકાનેર) અને જાવીદભાઈ ગફારભાઈ તરીયા (રહે. સિપાઈ શેરી, વાંકાનેર)ની ચોરી થયેલ ઈકો કાર તથા બે મોબાઇલ સહિત કુલ રૂ. ૩,૧૨,૦૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પ્રો. પીઆઇ પર્વતકુમારી સોલંકી, એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા, હેડ કો. યશપાલસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, કો. રાણીંગભાઈ ખવડ, દર્શીતભાઈ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા, જગદીશભાઈ રંગપરા સહિતનો સ્ટાફ જોડાયો હતો…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!