
ખેડૂતોના હકો અને જમીનના પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા એક મહત્વપૂર્ણ ‘ખેડૂત પદયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે, જે પદયાત્રા આવતીકાલ ગુરૂવારે સવારે વાંકાનેર તાલુકાના ઓળ ગામે પ્રવેશ કરશે, જે બાર સાંજે માટેલ ખાતે રાત્રી રોકાણ બાદ શુક્રવારે વાંકાનેરના ઢુવા, રાણેકપર, પંચાસીયા ગામ તરફ આગળ વધશે…
વાંકાનેર વિસ્તારના ખેડૂતોની જમીનમાંથી પસાર થતા વીજપોલ (ઇલેક્ટ્રિક ટાવર) અંગે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને તેમની કિંમતી જમીનનું યોગ્ય વળતર ન મળતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ પદયાત્રા દરમિયાન અસરગ્રસ્ત ખેડૂતોને તેમનું વાજબી વળતર કેવી રીતે મેળવવું અને સરકાર સામે કાયદાકીય રીતે મજબૂત લડત કઈ રીતે લડી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન અને કાનૂની માહિતી પૂરી પાડવામાં આવશે…

ખેડૂતોને સમર્થન આપવા અને માર્ગદર્શન પૂરી પાડવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ પદયાત્રામાં જોડાશે, જેમાં લાલજીભાઈ દેસાઈ (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આગેવાન), જીગ્નેશભાઈ મેવાણી (ધારાસભ્ય), મહંમદજાવેદ પીરજાદા (પૂર્વ ધારાસભ્ય), જયેશભાઈ પટેલ, મહેશભાઈ રાજકોટીયા સહિતના ઉપસ્થિત રહેશે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0




