
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલા એક ટાઇલ્સના કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની યુવાનનું ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ આશાસ્પદ યુવાનના મોતથી તેના પરિવાર અને સાથી કામદારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે…

બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સ્પેકોન ટાઇલ્સ નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના વતની રિતેશ પ્રેમનારાયણ વર્મા (ઉ.વ.૨૬) નામના શ્રમિક યુવાનને કારખાનામાં કામ કરતી વખતે કોઈ કારણોસર અચાનક ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું અને ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0





