
મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતોની જમીનમાં વીજપોલ નાખવાની કામગીરીના વિરોધમાં ચાલી રહેલા બિનરાજકીય આંદોલનને હવે આસપાસના ગામોમાંથી પણ ભારે જનસમર્થન મળી રહ્યું છે. વાંકાનેર તાલુકાના રાણેકપર ગામની વિવિધ સંસ્થાઓ અને ગ્રામજનોએ એકજૂથ થઈને જેતપરના ખેડૂતોની આ લડતને પોતાનો સંપૂર્ણ લેખિત ટેકો જાહેર કર્યો છે…


જેતપરના ખેડૂતોની પડખે ઊભા રહેવા માટે રાણેકપર ગામની મુખ્ય સંસ્થાઓ આગળ આવી છે, જેમાં રાણેકપર ગ્રામ પંચાયત, રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી, રાણેકપર સેવા સહકારી મંડળી તથા રાણેકપર ગ્રામ પંચાયતના સરપંચ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ તેમજ સેવા સહકારી મંડળીના પ્રમુખ સહિત રાણેકપર ગામના ખેડૂતો અને ગ્રામજનોએ આ લડતમાં પોતાનો લેખિત ટેકો અને સહકાર જાહેર કર્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0




