વાંકાનેર પંથકમાં મેઘરાજા આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકના સમયગાળામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં સમગ્ર પંથકમાં ૭ ઈંચ જેટલો મુસળધાર વરસાદ ખાબક્યો છે. એકસામટો અને ધોધમાર વરસાદ પડવાના કારણે વાંકાનેર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી-પાણી થઈ ગયું છે…


અવિરત વરસેલા વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો, બજારો અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમા અનેક શેરીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાવાથી વાહનચાલકો અટવાયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ઉપરવાસમાં અને સ્થાનિક સ્તરે પડેલા આ ભારે વરસાદને કારણે વાંકાનેર પંથકના નદી-નાળાં સાંજ સુધીમાં બે કાંઠે વહેવા લાગ્યા છે. ધસમસતા પાણીના પ્રવાહને કારણે વિસ્તારના મુખ્ય જળાશયો અને ડેમોની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. વરસાદના કારણે ચેકડેમો અને તળાવોમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે.

વરસાદી આંકડો ૭ ઈંચે પહોંચતાં સ્થાનિક તંત્ર પણ તુરંત એક્શનમાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે અને કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ઈમરજન્સી સેવાઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t





