Saturday, July 25, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના દાણાપીઠ વિસ્તારમાં પ્રિ-મોન્સુન કામગીરીના ધાંધિયા ; પ્રથમ વરસાદે જ તંત્રની...

    વાંકાનેર શહેરના દાણાપીઠ વિસ્તારમાં પ્રિ-મોન્સુન કામગીરીના ધાંધિયા ; પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખુલતા વરસાદી પાણી ભરાયાં….

    ચોમાસાની શરૂઆત સાથે જ વાંકાનેરમાં પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતા પ્રિ-મોન્સુન કામગીરીના મોટા-મોટા દાવાઓની પોલ ખુલી ગઈ છે. વાંકાનેર શહેરના મુખ્ય અને ધમધમતા એવા દાણાપીઠ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની સફાઈ ન થવાને કારણે ચારેય તરફ પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે…

    દાણાપીઠ વિસ્તાર એ શહેરનું મુખ્ય વેપારી મથક હોવાની સાથે અહીં તિજોરી કચેરી પણ આવેલી છે. વરસાદી પાણીનો નિકાલ ન થતાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. દુકાનોના વિઝિટર્સ અને ગ્રાહકો પાણીના કારણે આવી શકતા નથી, જેને લીધે વેપાર-ધંધા પર માઠી અસર પડી છે. આ સાથે જ સરકારી કામકાજ અર્થે તિજોરી કચેરીએ આવતા વૃદ્ધો, મહિલાઓ અને અન્ય અરજદારોને ગંદા પાણીમાંથી પસાર થવાની નૌબત આવી છે. ત્યારે તંત્ર વહેલી તકે નિંદ્રામાંથી જાગીને ભરાયેલા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરે અને નાળા-ગટરોની યોગ્ય સફાઈ કરાવે તેવી પ્રબળ માંગ ઉઠી છે..

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!