Friday, July 31, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર હોટેલના બીજા માળેથી અકસ્માતે પટકાતાં ૩૦ વર્ષીય યુવાનનું...

    વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર હોટેલના બીજા માળેથી અકસ્માતે પટકાતાં ૩૦ વર્ષીય યુવાનનું મોત…

    વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આવેલી એક હોટેલના બીજા માળેથી અકસ્માતે નીચે પટકાઈ જતાં ૩૦ વર્ષના યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. આ બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે….

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ઢુવા-માટેલ રોડ પર આવેલ વિકાસ હોટેલની બાજુમાં આવેલી ‘ખોડીયાર રેસીડેન્સી’ના પ્રથમ માળે રૂમ નં. ૦૨ માં રહેતા મનીષ સુંદરલાલ મહેરા (ઉં.વ. ૩૦) ગત તા. ૨૯ ના રોજ રાત્રિના સમયે કોઈ કારણોસર વિકાસ હોટેલના બીજા માળે ગયા હતા.

    દરમિયાન કોઈ અગમ્ય કારણોસર તેઓ અકસ્માતે હોટેલના બીજા માળેથી નીચે પડી ગયા હતા. ઊંચાઈ પરથી નીચે પટકાવાના કારણે મનીષભાઈને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!