Friday, July 31, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ઢુવા ગામ નજીક નેશનલ હાઈવે પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો....

    વાંકાનેરના ઢુવા ગામ નજીક નેશનલ હાઈવે પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો….

    વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક નેશનલ હાઈવે રોડ પર આવેલા બ્રિજ પાસેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવત ચકચાર મચી છે. જેથી બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો….

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ઢુવા ગામ પાસે નેશનલ હાઈવેના બ્રિજ નજીક એક અજાણ્યો પુરુષ (ઉંમર આશરે ૩૫ વર્ષ) મૃત હાલતમાં પડ્યો હોવાની જાણ થતા તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

    જેથી હાલ આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. મૃતક યુવાન કોણ છે અને તેનું મોત કયા સંજોગોમાં થયું તે દિશામાં પોલીસે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે. તેમજ મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    https://chat.whatsapp.com/GiPDDC7EwD1CsGSIWmtTTx

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!