
વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં વિદેશી (ઇંગ્લિશ) દારૂના ગુનામાં સંડોવાયેલા અને બુટલેગિંગની અસામાજિક પ્રવૃત્તિઓ કરતા બે શખ્સો સામે મોરબી એલસીબી (LCB) ટીમે પાસા હેઠળ આકરી કાર્યવાહી કરી છે. બંને આરોપીઓની અટકાયત કરી તેમને ભાવનગર અને જૂનાગઢની જેલહવાલે કરવામાં આવ્યા છે….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર પંથકમાં પ્રોહિબિશનના ગુનાઓ આચરતા બુટલેગરો પર લગામ કસવા પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે,જે અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બે બુટલેગરો વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરીને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપવામાં આવી હતી. આ દરખાસ્ત પર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરીની મહોર મારી પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું….


પાસા વોરંટ ઈશ્યુ થતાં જ મોરબી એલસીબીની ટીમે વોરંટની બજવણી કરી વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી પુત્ર અશ્વિન નાથાભાઈ વાજાને પાસા તળે ડીટેઈન કરી ભાવનગર જિલ્લા જેલમાં અને આરોપી પિતા નાથાભાઈ હરજીભાઈ વાજાને જૂનાગઢ જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. પોલીસની આ કડક કાર્યવાહીથી સ્થાનિક અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t



