આઇસીડીએસ વિભાગ દ્વારા અભિમન્યુ પ્રોજેક્ટ અંતર્ગત વાંકાનેર શહેરના વીસીપરા વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રમાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં વીસીપરા વિસ્તારના સગર્ભા બહેનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર દ્વારા કરી વાંકાનેર સીટી સુપરવાઇઝર ચાંદનીબેન વૈદ્ય દ્વારા સગર્ભા બહેનોને ગર્ભ સંસ્કાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જે બાદ યોગશિક્ષક દ્વારા સગર્ભા બહેનોને યોગ અને હળવા વ્યાયામ શિખવી ધ્યાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ આશા વર્કર બહેનો દ્વારા યોગ્ય પોષ્ટિક આહાર અંગેની સમજ આપી ઓમકાર મંત્ર અને ગાયત્રી મંત્રના જાપ કરાવવામાં આવ્યા હતા. સાથે જ આ તકે સમાજ સેવક તથા પત્રકાર ભાટી એન.ના હસ્તે સગર્ભા બહેનોમાં પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું….