નિયમો કડક થતાં આપનો પાસ આગામી તા. 10 મે પહેલા રિન્યુ કરાવો, નહીંતર કડક કાર્યવાહી કરાશે….
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ખાતેથી રેગ્યુલર પસાર થતા વાહનચાલકોને કંપની દ્વારા જાહેર સુચના આપવામાં આવી છે કે, ટોલનાકા ખાતેથી પસાર થતા વાહનચાલકો માટે કંપની દ્વારા નિયમો વધુ કડક કરવામાં આવ્યા હોય, તેમજ સરકાર દ્વારા આગામી સમયમાં ટોલનાકા ખાતેથી જ દરેક પ્રકારના ઓનલાઇન મેમા શરૂ કરવા જઇ રહી હોય,
ત્યારે વઘાસીયા ટોલનાકા ખાતેથી રેગ્યુલર પસાર થતા દરેક પ્રકારના વાહનચાલકોએ આગામી તા. 10 મે પહેલા તેમના ટોલ પાસ રિન્યુ અથવા નવા કરાવી લેવાના રહેશે, જે બાદ ગેરકાયદેસર રીતે પસાર થતા વાહનચાલકોને અટકાવી દંડનીય કાર્યવાહી તેમજ જરૂર પડ્યે પોલીસ ફરિયાદ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે, જેની તમામ વાહનચાલકોએ નોંધ લેવી….
લી.
વઘાસીયા ટોલ પ્લાઝા, મું. વઘાસીયા, તા. વાંકાનેર.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1