Wednesday, July 15, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ચિત્રાખડા ગામે સરકારી જમીન પર એસ.ઓ.જી.નો દરોડો : ૮૫૦ મેટ્રિક ટન...

    વાંકાનેરના ચિત્રાખડા ગામે સરકારી જમીન પર એસ.ઓ.જી.નો દરોડો : ૮૫૦ મેટ્રિક ટન ગેરકાયદેસર કોલસો, ડમ્પર અને હિટાચી મશીન જપ્ત….

    વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખનીજનો સંગ્રહ કરતા ભૂમાફિયાઓ પર મોરબી એસ.ઓ.જી. ટીમે લાલઆંખ કરી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને લાખો રૂપિયાની કિંમતનો ગેરકાયદેસર કોલસો, ક્વાર્ટઝ ક્લે અને ભારે મશીનરી સહિતનો મુદ્દામાલ સીઝ કર્યો છે…

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી એસ.ઓ.જી.ની ટીમ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસે ચિત્રાખડા ગામે દાનાભાઈ બાલુભાઈ ડાભી (રહે. વમાધાર, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગર) અને અમૃતભાઈ માધાભાઈ કેરાળીયા (રહે. ઉન્ડવી – રાણીપાટ, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગર)ની ગેરકાયદેસર કબ્જો ધરાવતી સરકારી જમીન પર દરોડો પાડી સ્થળ પરથી ૮૫૦ મેટ્રિક ટન ગેરકાયદેસર શંકાસ્પદ કોલસો તેમજ ક્વાર્ટઝ ક્લેનો જથ્થો, એક હિટાચી મશીન અને એક ડમ્પર સહિતનો મુદ્દામાલ સીઝ કરી ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!