વાંકાનેર શહેરના પુલ દરવાજા નજીક એસ બસ સ્ટોપ ખાતે બસમાં ચઢવા જતી વેળાએ બસ ચાલકે અચાનક બસ શરૂ કરી દેતાં વૃદ્ધા નીચે પટકાયા હોય, જેમના પગ પર એસટી બસના વ્હીલ ફરી વળતાં તેમને ઇજાઓ પહોંચી હતી, જેથી આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢના બગડું ગામે રહેતા ફરિયાદી ત્રિકમભાઈ દેવરાજભાઈ ડોબરીયાએ વાંકાનેર સીટી પોલીસમાં એસ.ટી. બસ નં. GJ 18 Z 9705 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.27ના રોજ ફરિયાદી તેમના પત્ની વિજયાબેન (ઉ.વ. ૭૦) સાથે વાંકાનેર તેમના સાળાના ઘેર આવ્યા હોય, જ્યાંથી પરત જૂનાગઢ જવા પુલ દરવાજા બસ સ્ટોપથી વિજયાબેન બસમાં ચડવા જતા એસટી બસના ચાલકે અચાનક બસ ચાલુ કરી ચલાવતા વિજયાબેનનો પગ ટાયર નીચે કચડાઈ જતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી આ બનાવમાં પોલીસે એસટી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1