Friday, September 20, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસેથી દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ....

    વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસેથી દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ….

    વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક કારને રોકી તલાશી લેતા તેમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે દારૂ તથા કાર સહિત કુલ રૂ. 2.03 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા વઘાસિયા ટોલનાકા નજીક ચોક્કસ ખાનગી બાતમીને આધારે શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક રીતે આઇ-20 કાર નં. GJ 03 JC 5544 ને રોકી તલાશી લેતા કારમાંથી 150 લીટર દેશી દારૂ (કિંમત રૂ. 3000) મળી આવતા પોલીસે કાર ચાલક આરોપી શૈલેષ રાજાભાઈ સિંહોરા (રહે.કોરડા, તા.ચુડા, જિ. સુરેન્દ્રનગર)ની કાર તથા દેશી દારૂ સહિત કુલ રૂ. 2,03,000ના મુદ્દામાલ સાથે અટકાયત કરી આરોપી સામે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!