વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના ભલગામ ગામના સ્મશાન નજીક જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રંગેહાથ જુગાર રમતા રોકડ રકમ સહિત કુલ રૂ. 11,800 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી, ત્રણેય આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના ભલગામ ગામના સ્મશાન પાસે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). જયરાજભાઈ વલકુભાઈ ખાચર (ઉ.વ. ૩૫), ૨). ભાવેશભાઈ આપાભાઇ જળુ (ઉ.વ. ૩૦), અને ૩). શંભુભાઈ દેસુરભાઈ ગલચર (ઉ.વ. ૩૭)ને રોકડ રકમ સહિત કુલ રૂ. 11,800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં ઈન. પીએસઆઇ એમ. જે. ધાંધલ, એ.એસ.આઇ. જીતેન્દ્રકુમાર અઘારા તથા ચમનભાઈ ચાવડા, હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા, કો. હરીશચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, વિજયભાઇ ડાંગર, અજયસિંહ ઝાલા સહિતના જોડાયા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc