વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામ ખાતે તાલુકા પંચાયત હસ્તક અંદાજિત 11.20 લાખના ખર્ચે તૈયાર થયેલ 60 મીટરની ત્રિજ્યા ધરાવતા ક્રિકેટ ગ્રાઉન્ડ અને રોડનું લોકાર્પણ કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે વાંકાનેર તાલુકા ભાજપ મંત્રી નરેન્દ્રભાઈ, Er સમીરભાઈ,
ઠીકરીયાળા ગામના સરપંચ પુત્ર પ્રવિણભાઈ હકાભાઈ માંડાણી, પોપટભાઈ માલકિયા, કેવલભાઈ નાકીયા, સુનીલભાઈ નાકિયા, જિજ્ઞેશભાઈ નાકીયા, જગદીશભાઈ ચૌહાણ, હિતેશભાઈ આહિર સહિત ઠીકરીયાળા સહિત આજુબાજુના ગામોના ક્રિકેટ રસિયાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સૌપ્રથમ મેચમાં સમીરભાઈએ ટોસ ઉછાળી નવા ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચનો પ્રારંભ કરાવ્યો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1