Saturday, April 25, 2026
More
    Homeમુખ્ય સમાચારમેસરીયા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશુબેન ભુસડીયાના સમર્થનમાં યોજાયેલી જનસભામાં...

    મેસરીયા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશુબેન ભુસડીયાના સમર્થનમાં યોજાયેલી જનસભામાં આગેવાનોનો હુંકાર…

    સ્થાનિક આગેવાનોએ ડોર-ટુ-ડોર પ્રચાર અને જનસંપર્ક વધારી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો…

    આગામી પંચાયત ચૂંટણીઓને અનુલક્ષીને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કાર્ય તેજ કરવામાં આવ્યું છે, જેના અંતિમ તબક્કામાં મેસરીયા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસ પક્ષ દ્વારા સઘન ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે, જેમાં તાજેતરમાં પક્ષના ઉમેદવારના સમર્થનમાં મેસરીયા ગામે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પક્ષના આગેવાનોએ ભારે જનમેદની વચ્ચે પોતાની જીતનો પ્રબળ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને વિરોધીઓ સામે હુંકાર ભર્યો હતો….

    કોંગ્રેસ પક્ષે આ બેઠક પરથી સ્થાનિક આગેવાન સાદુરભાઈ ભુસડીયાનાં પત્ની જશુબેનને પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ ઉમેદવારી બાદ સ્થાનિક સ્તરે ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. ઉમેદવાર અને સ્થાનિક કાર્યકરો દ્વારા મેસરીયા બેઠકના વિવિધ વિસ્તારોમાં ડોર-ટુ-ડોર પ્રચાર તેમજ જાહેર સભાઓ અને લોકસંપર્ક મારફતે મતદારો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે….

    તાજેતરમાં યોજાયેલી જાહેર સભામાં મંચ પરથી કોંગ્રેસના આગેવાનોએ પોતાના ઉમેદવારની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પક્ષના નેતાઓના દાવા મુજબ, મેસરીયા બેઠક પર પરંપરાગત રીતે કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે અને મતદારોનો પક્ષ પ્રત્યેનો ઝુકાવ યથાવત છે. આ તકે જન સંપર્ક સભાને સંબોધતા કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, મેસરીયા બેઠકનો હંમેશાથી કોંગ્રેસનો ગઢ રહી છે અને ભવિષ્યમાં પણ કોંગ્રેસનો જ ગઢ બની રહેશે. આ વિસ્તારના મતદારો હંમેશાથી દિલથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાઇ અને વફાદાર રહ્યા છે. સાદુરભાઈ સતત લોકોના સંપર્કમાં રહે છે અને સ્થાનિક પ્રશ્નોમાં સહભાગી બને છે, જેની હકારાત્મક અસર મતદાન પર જોવા મળી શકે છે અને પક્ષની લીડ ગત વખતે કરતાં પણ વધી શકે છે…

    મેસરીયા વિસ્તારમાં સાદુરભાઈ ભુસડીયાની છબી માત્ર એક રાજકારણી તરીકેની જ નહીં, પરંતુ દરેક લોકોના ‘સુખ-દુઃખના સાથી’ તરીકેની છે. તેઓ અને તેમનો પરિવાર વર્ષોથી સતત લોકોની વચ્ચે રહીને લોકસેવાનાં કાર્યો કરે છે. ત્યારે ભુસડીયા પરિવારની આ બહોળી લોકચાહનાનો સીધો ફાયદો કોંગ્રેસના ઉમેદવાર જશુબેનને અહીં મળવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!