ગુજરાત સ્ટેટ હાઇવે પર સર્વશ્રેષ્ઠ સર્વિસ આપતાં પંપમાં વાંકાનેરના ઢુવા ગામના સ્ટાર ફ્યુલ સ્ટેશનનો સમાવેશ….
વાંકાનેર તાલુકાના ઢુવા ગામ ખાતે માટેલ રોડ પર આવેલ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશ લિમિટીડ કંપનીની ડીલરશીપ ધરાવતા સ્ટાર ફ્યુલ સ્ટેશનને સેલ, સર્વિસ સહિત દરેક ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બદલ દમણ ખાતે યોજાયેલ ઇવેન્ટમાં બેસ્ટ ડેબ્યુટન્ટ પરફોર્મન્સ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ ટેરિટરીમાં ગુજરાત સ્ટેટ હાઇવે પર સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ બદલ વાંકાનેર વિસ્તારના પંપની પસંદગી કરવામાં આવતા આ બાબત ગૌરવવંત બની છે….
અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટાર ફ્યુલ સ્ટેશનનો શુભારંભ ગત તા. ૧૫-૧૨-૨૨ના રોજ થયેલ હોય, જેમાં ટુંક સમયમાં જ પંપ દ્વારા પોતાના ગ્રાહકોને અપાતી સર્વશ્રેષ્ઠ સર્વિસ બદલ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા ગત તા. ૨૧ ના રોજ દમણ ખાતે યોજાયેલ ઈવનિંગ ઇવેન્ટમાં સ્ટાર ફ્યુલ સ્ટેશનના ઓનર અકબરભાઈ બાદી (જેસીબી-પંચાસીયા) તથા રાજુભાઇ અણીયારિયા (ઢુવા)ને સ્ટેજ પર સન્માનિત કરી બેસ્ટ ડેબ્યુટન્ટ પરફોર્મન્સ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો…
સ્ટાર ફ્યુલ સ્ટેશન ખાતેથી ગ્રાહકોને 24 કલાક ૧૦૦% ખાત્રી સાથે ગુણવત્તાસભર શુદ્ધ પેટ્રોલ તથા ડીઝલ સેવા મળી રહી હોય, આ સાથે જ ડિજીટલ પેમેન્ટ સુવિધા, UPI પેમેન્ટ, સ્વચ્છતા, હાઇએસ્ટ સેલ(વેચાણ), આર.ઓ. વોટર કુલર, સ્વચ્છ વોશરૂમ સહિતની સુવિધાઓ તથા માપદંડોને આધારે ઓછા સમયમાં પ્રગતિ કરનાર સ્ટાર ફ્યુલ સ્ટેશનને બેસ્ટ ડેબ્યુટન્ટ પરફોર્મન્સ ઓફ ધ યર એવોર્ડ મળવા બદલ સામાજિક તથા રાજકીય ક્ષેત્રે સેવારથ પંપના બંને ઓનર અકબરભાઈ અને રાજુભાઈ પર ચોમેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે…
સ્ટાર ફ્યુલ સ્ટેશન
જેટકો સબ સ્ટેશનની સામે, ઢુવા-માટેલ રોડ, મું. ઢુવા, તા. વાંકાનેર
અકબરભાઈ બાદી
મો. 94288 60000
રાજુભાઇ અણીયારિયા
મો. 98794 98703
તમામ ગ્રાહકોને સ્ટાર ફ્યુલ સ્ટેશન તરફથી હોળી-ધુળેટી તહેવારની ખુબ ખુબ શુભકામનાઓ….