પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદાને પુષ્પાંજલિ અર્પણ કરી પીરઝાદા પરિવારને સાંત્વના આપી….
વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતિક સમા હઝરત પીર સૈયદ મીરૂમીયા બાવા દરગાહની આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા મુલાકાત લઈ તાજેતરમાં જ વફાત થયેલ પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પીરઝાદા પરિવારને સાંત્વના આપી હતી…
આ તકે પીરઝાદા પરિવાર વતી પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, ઇરફાન પીરઝાદા, શાઇરએહમદ પીરઝાદા, શકીલ પીરઝાદા સહિતના દ્વારા સાંત્વના બદલ ઉપસ્થિત તમામનો ઋણ સ્વીકાર કર્યો હતો. આ તકે વાંકાનેર વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો, મુસ્લિમ-કોળી સમાજના આગેવાનો, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp