
વાંકાનેર તાલુકાના સરધારકા ગામે ઘેટાં-બકરાં સાઈડમાં ખસેડવા જેવી મામુલી બાબતે થયેલી તકરારમાં એક માલધારી આધેડ પર લોખંડના પાઈપ વડે હુમલો કરી, ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે…
બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના સરધારકા ગામે રહેતા અને માલઢોર ચરાવી ગુજરાન ચલાવતા ફરીયાદી નાથાભાઇ મૈયાભાઈ મુંધવા (ઉ.વ.૫૫) પોતાના ઘર પાસે આવેલા વાડામાં ઘેટાં-બકરાં પૂરી રહ્યા હોય દરમિયાન તેમના જ ગામના આરોપી જયરાજસિંહ બટુકસિંહ ઝાલા ત્યાં આવી “તું ઘેટાં-બકરાં કેમ ચલાવતો નથી ?” તેમ કહી બોલાચાલી કરી અચાનક ઉશ્કેરાઈ ફરીયાદીને ભૂંડી ગાળો બોલી ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી, લોખંડના પાઈપથી હુમલો કરી માર માર્યો હતો. જેથી આ મામલે પોલીસે આધેડની ફરીયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t







