શ્રાવણ માસના બીજા સોમવારે દાદાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સૌરાષ્ટ્રનો પ્રથમ મેળો ; ભક્તોના ઉત્સાહને ધ્યાને લઈ આ વર્ષે 3 દિવસીય આયોજન…

વાંકાનેર નજીક આવેલા પ્રસિદ્ધ સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી તા. 22 થી 24 ઓગસ્ટ દરમિયાન ત્રણ દિવસીય ભવ્ય સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી જડેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં દર વર્ષે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

આ નિમિત્તે સામાન્ય રીતે દર વર્ષે બે દિવસીય લોકમેળો યોજાતો હોય છે. જોકે, જન્માષ્ટમી તહેવારોની શ્રેણીમાં સૌરાષ્ટ્રનો આ પ્રથમ લોકમેળો યોજાતો હોવાથી અને ભક્તોની ભારે શ્રદ્ધા તથા ઉત્સાહને ધ્યાનમાં રાખીને સેવા સમિતિ દ્વારા આ વર્ષે મેળાનો સમયગાળો વધારીને ત્રણ દિવસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે…
આ ત્રિદિવસીય મેળામાં સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ મનોરંજક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મેળાને પૂજ્ય સાધુ-સંતો, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો તેમજ સામાજિક અને ધાર્મિક અગ્રણીઓના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે.

શ્રાવણી બીજા સોમવારે દાદાનો પ્રાગટ્ય દિવસ હોવાને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જડેશ્વર મહાદેવના દર્શન અને મેળાની રંગત માણવા માટે ઉમટી પડશે. ત્યારે દર્શનાર્થીઓ અને મેળામાં આવતા લોકો માટે દર્શન, સુરક્ષા, લાઈન વ્યવસ્થા અને પ્રાથમિક સુવિધાઓ જળવાઈ રહે તે માટે સેવા સમિતિ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



શ્રાવણ માસના બીજા સોમવારે દાદાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સૌરાષ્ટ્રનો પ્રથમ મેળો ; ભક્તોના ઉત્સાહને ધ્યાને લઈ આ વર્ષે 3 દિવસીય આયોજન…
