ઓનલાઇન ક્રેડીટ મેચ પર સટ્ટો રમાડતા એક શખ્સને રંગેહાથ ઝડપી લેતી મોરબી એલસીબી ટીમ, અન્ય બે સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધાય…
મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં દરોડો પાડી ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્સને રંગેહાથ ઝડપી લઈ અન્ય બે સટોડિયાઓના નામ આ બનાવમાં ખુલતા ત્રણ સામે વાંકાનેર સીટી પોલીસમાં ગુન્હો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં દરોડો પાડી શેરી નં. ૧૧ ખાતે ચામુંડા પાન પાસેથી આરોપી નીતિનભાઇ રસીકભાઇ વીંજવાડીયા (રહે. જીનપરા)ને આઇપીએલમાં રાજસ્થાન રોયલ અને દિલ્હી કેપીટલ ટીમ વચ્ચે ચાલતી T-20 ક્રિકેટ મેચમાં રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 5400 તેમજ રૂ. 5000ની કિંમતના મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો હતો…
આ બનાવમાં પોલીસ દ્વારા ઝડપાયેલ આરોપીની પ્રાથમિક પુછપરછમાં અન્ય આરોપી ક્રિપાલસિંહ ઝાલા અને અન્ય એક મોબાઇલ ધારક શખ્સની સંડોવણી ખુલતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp