Thursday, July 10, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના પંચાસીયા ગામની કિસાન સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની...

    વાંકાનેરના પંચાસીયા ગામની કિસાન સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાઇ….

    વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની કિસાન સેવા સહકારી મંડળીની તાજેતરમાં ચુંટણી યોજાઈ હોય, જેમાં પીરઝાદા પેનલનો ભવ્ય વિજય થયો હોય, જે બાદ આજરોજ મંડળીની વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે ચુંટણી યોજાઈ હોય, જેમાં પ્રમુખ તરીકે ખોરજીયા નજરૂદ્દીનભાઈ અને ઉપપ્રમુખ તરીકે માથકીયા મોહયુદ્દીનભાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી….

    આ તકે મંડળીના ચુંટાયેલા પ્રતિનિધિ મહંમદજાવેદ પીરઝાદા (પુર્વ ધારાસભ્ય), ઇદ્રીશભાઈ માથકીયા, ઇસ્માઇલભાઈ બાદી, કમીબેન બાદી, ઇસ્માઇલભાઈ શેરસીયા, ગુલાબરસુલ માથકીયા, મહમદહુશેનભાઈ ખોરજીયા, બશીરહુસેન બાદી, અયુબભાઈ ચૌધરી, હુસેનભાઇ કડીવાર, અયુબભાઈ વકાલીયા, મહીપતભાઈ કોંઢીયા, શીતલબેન કોળી, પીતામ્બરભાઈ તેમજ ગામના આગેવાનો પૈકી અકબરભાઈ બાદી, મયુદ્દીનભાઈ ચૌધરી, સહિતના ઉપસ્થિત રહ્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!