વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન શહેરના નાગા બાવાજી મંદિર સામેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક યુવાનને રોકી તલાસી લેતા તેની પાસેથી પાંચ નંગ વિદેશી દારૂના ચપલા મળી આવ્યા હતા, જેથી પોલીસે આ બનાવમાં યુવાનની અટકાયત કરી, ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સો સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન શહેરના નાગા બાવાજી મંદિર નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા આરોપી વિજય જાનકીદાસ દુધરેજીયાને રોકી તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂના પાંચ નંગ ચપલા (કિંમત રૂ. 500) મળી આવ્યા હતા….
જે બાદ ઝડાયેલ આરોપીએ આ બનાવમાં કિશન લુવાણા પાસેથી દારૂના ચપલા મંગાવેલ હોય અને આરોપી કુલદીપસિંહ ઝાલા આપી ગયાની કબુલાત આપતા પોલીસે વિજયને ઝડપી પાડી અન્ય બે આરોપીને પકડી પાડવા તજવીજ શરૂ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc