Friday, April 17, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : માટેલ-વિરપર રોડ પર શીતળાધાર વિસ્તારમાં પોલીસનો દરોડો, બીયર અને મોબાઈલ...

    વાંકાનેર : માટેલ-વિરપર રોડ પર શીતળાધાર વિસ્તારમાં પોલીસનો દરોડો, બીયર અને મોબાઈલ મૂકી આરોપી ફરાર…

    વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે માટેલથી વિરપર જવાના રસ્તે આવેલ શીતળાધાર વિસ્તારમાં દરોડો પાડતા એક ઇસમ પોતાની પાસે રહેલો દારૂ અને મોબાઈલ મૂકીને નાસી છૂટ્યો હતો, જેથી પોલીસે ઘટનાસ્થળેથી મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસની ટીમના પેટ્રોલીંગ દરમ્યાન પોલીસે માટેલથી વિરપર જવાના રસ્તે શીતળાધાર વિસ્તારમાં રેઈડ કરતા આરોપી દશરથભાઈ ઉર્ફે દસો ગોરધનભાઈ સરાવાડીયા (રહે. માટેલ) સ્થળ પર કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બીયરનું ૧ ટીન તથા એક મોબાઈલ સહિત કુલ રૂ. ૧,૭૪૦નો મુદ્દામાલ મુકી નાસી જતાં પોલીસે આરોપીને ફરાર દર્શાવી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!