વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારમાં રીમઝીમ વરસાદ, શહેરની બજારોમાં પાણી નીકળી ગ્યાં….
ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઇ ચૂકી છે, ત્યારે આજે વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જેમાં સાંજના ચાર વાગ્યાની આસપાસ ધીમીધારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં શહેર ભરની બજારોમાં પાણી નીકળી ગયા હતા. વાવણીના સમયે જ મેઘરાજા વાકા પંથકમાં ઓળઘોળ થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર પંથકમાં સવારે તળકા સાથે વાદળછાયા વાતાવરણ પછી સાંજના ચાર વાગ્યાની આસપાસ મેઘરાજાએ વાંકાનેર વિસ્તારમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેમાં વાંકાનેર શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર ધીમીધારે વરસાદ નોંધાયો હોવાના વાવડ મળી રહ્યા છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc