સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વાંકાનેર પંથકમાં રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં વાંકાનેરની ચંદ્રપુર જીલ્લા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા એક અત્યંત મજબૂત અને લોકપ્રિય ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપે વાંકાનેર પંથકમાં સહકારી ક્ષેત્રના મોભી એવા જલાલભાઈ શેરસીયાના યુવા પુત્ર ઝાકીરહુસેન જલાલભાઈ શેરસીયા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ નિર્ણયને અનુભવ અને યુવાશક્તિના એક શ્રેષ્ઠ સંગમ તરીકે જોવામાં આવી રહ્યો છે….


ચંદ્રપુર જીલ્લા પંચાયત બેઠક પર ઝાકીરહુસેનની ઉમેદવારીથી સમીકરણો અત્યંત રસપ્રદ બન્યા છે. ઝાકીરહુસેન પોતાની સાથે યુવા જોશ અને નવી વિચારધારા લઈને આવે છે, જ્યારે તેમની સાથે તેમના પિતા જલાલભાઈ શેરસીયાનો દાયકાઓનો રાજકીય અને સામાજિક અનુભવ રહેલો છે. પિતાના માર્ગદર્શન અને પુત્રની સક્રિયતાના આ સંગમથી ભાજપ આ બેઠક પર વિજેતા બનવાનો મજબૂત દાવો રજૂ કરી રહ્યું છે. ટિકિટ મળતાની સાથે જ સ્થાનિક મતદારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ ભાજપનો વિજય વાવટો લહેરાવવા સજ્જ બન્યા છે…


આ ચુંટણીમાં વિજેતા થવાના મજબૂત દાવાના પાયામાં ઝાકીરહુસેનના પિતા જલાલભાઈ શેરસીયાની વર્ષોની નિઃસ્વાર્થ સેવાઓ રહેલી છે. જલાલભાઈ વાંકાનેર વિસ્તારમાં સહકારી ક્ષેત્રના પીઠ અને મોભી આગેવાન તરીકેની છાપ ધરાવે છે. અગાઉ તેઓ સ્થાનિક તાલુકા પંચાયતના સદસ્ય તરીકે સફળતાપૂર્વક સેવા આપી ચૂક્યા છે. જ્યારે વર્તમાનમાં ચંદ્રપુર ખાતે કાર્યરત ગ્રામ પંચાયત, સહકારી મંડળી તેમજ મહિલા દૂધ મંડળીમાં તેમનું એકચક્રી અને સંતુષ્ટ શાસન ચાલી રહ્યું છે, જે તેમની વહીવટી કુનેહ દર્શાવે છે. આ ઉપરાંત, તેઓ સહકારી ક્ષેત્રમાં ઇફ્કો (IFFCO) ડેલિગેટ અને વાંકાનેર APMCના ડિરેક્ટર તરીકે પણ મહત્વપૂર્ણ સેવાઓ આપી રહ્યા છે…


જલાલભાઈના આ બહોળા લોકસંપર્ક અને સેવાકીય કાર્યોનો સીધો લાભ ઝાકીરહુસેનને મળી રહ્યો છે. છેવાડાના માનવીથી લઈને સહકારી ક્ષેત્રના ખેડૂતો અને મહિલાઓ સુધી શેરસીયા પરિવારની પહોંચ અને લોકચાહના છે. ચૂંટણી પ્રચારનો પ્રારંભ થતાની સાથે જ લોકો તરફથી મળી રહેલા પ્રચંડ પ્રતિસાદને જોતા રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, “મતદારોનો જનાધાર જ, ઝાકીરહુસેન જલાલભાઈ શેરસિયાનો વિજયાધાર” બનશે. ચંદ્રપુર બેઠકના મતદારો હવે વિકાસ અને સક્રિય નેતૃત્વની આશા સાથે ચૂંટણીના દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે….



વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t





