રાજાવડલા ગામની દિકરી નૌસીન વકાલીયાએ ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરી 99.66 PR અને A1 ગ્રેડ મેળવી મેદાન માર્યું….
ગુજરાત બોર્ડ દ્વારા ગઇકાલે ધોરણ 12 કોમર્સના પરિણામો જાહેર કરવામાં આવ્યા, જેમાં વાંકાનેર વિસ્તારમાં ખાનગી શાળાઓના શિક્ષણને ટક્કર આપતી મોહંમદી લોકશાળા-ચંદ્રપુરનું તમામ શિક્ષણવિદોને આંખે વળગે તેવું જ્વલંત 100% પરિણામ જાહેર થયું છે, જેમાં પણ રાજાવડલા ગામની દિકરી વકાલીયા નૌસીન અબ્દુલરહીમએ ઐતિહાસિક 99.66 PR અને 93.14 % ગુણ સાથે ભવ્ય સફળતા મેળવી મેદાન માર્યું છે. આ સાથે જ નૌસીન આંકડાશાસ્ત્ર વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવી ગુજરાત બોર્ડમાં વિષય પ્રથમ પણ આવેલ છે.
શાળામાં અભ્યાસ કરતી દિકરી નૌસીન વકાલીયાએ મેળવેલ આ જ્વલંત સફળતા સાથેનું ઐતિહાસિક પરિણામ શાળા પરિવાર, રાજાવડલા ગામ અને વકાલીયા પરિવાર માટે ગૌરવવંત બન્યું છે…
વાંકાનેરના ચંદ્રપુર ગામે ધી પીર કાસીમઅલી (રહે.) અંજુમને મોમીન ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટેડ શાળા મોહંમદી લોકશાળાનું આ ઐતિહાસિક પરિણામ શાળાના શિક્ષકો, મેનેજમેન્ટ અને ટ્રસ્ટીઓની વિદ્યાર્થીઓ પાછળની શ્રેષ્ઠ શિક્ષણ આપવાની ધગસ અને વિદ્યાર્થીઓની મહેનત થકી શક્ય બન્યું છે, ત્યારે આ ગ્રાન્ટેડ શાળાને ચોમેરથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે….
આપનાં બાળકનાં શ્રેષ્ઠ શિક્ષણ માટે આજે જ મોહંમદી લોકશાળામાં એડમિશન મેળવો…