Friday, September 13, 2024
More
    Homeમુખ્ય સમાચારસ્ટંટ બાઝો સાવધાન : વાંકાનેરના મહીકા ગામ નજીક હાઇવે પર જોખમી બાઇક...

    સ્ટંટ બાઝો સાવધાન : વાંકાનેરના મહીકા ગામ નજીક હાઇવે પર જોખમી બાઇક સ્ટંટ કરતો યુવાન ઝડપાયો….

    છેલ્લા થોડા દિવસોથી વાંકાનેર વિસ્તારમાં જોખમી બાઇક સ્ટંટ કરતાં યુવાનોએ માઝા મૂકી હોય અને અવારનવાર તેના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય, જેમાં વધુ એક આવો વિડિયો મહીકા ગામ નજીક નેશનલ હાઈવે પરનો વાયરલ થતાં પોલીસે આ યુવાનની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામ નજીક નેશનલ હાઈવે પર એક યુવાન દ્વારા રાત્રીના સમયે પોતાની અને બીજાની જીંદગીને જોખમમાં મૂકી સુતા સુતા બાઇક ચલાવી સ્ટંટ કરતાં ખોટા સીન સપાટા કરી તેનો વિડીયો બનાવી ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતા પોલીસે આ બનાવમાં તપાસ હાથ ધરી જોખમી બાઇક સ્ટંટ કરનાર સંજયભાઈ રમેશભાઈ મકવાણા (ઉ.વ. ૧૯, રહે. મહીકા)ની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું હતું….

    વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઇ એલ. એ. ભારગા, એએસઆઇ જીતેન્દ્રકુમાર અઘારા તથા ચમનભાઈ ચાવડા, હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા, કો. હરિશ્ચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, રવિભાઇ કલોત્રા, અજયસિંહ ઝાલા સહિતના જોડાયા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!