સગીરાને લગ્નની લાલચ આપી આરોપી અપહરણ કરી ભગાડી જઇ બાબરા નજીક વાડીમાં બાવળની ઝાડીઓમાં બળાત્કાર ગુજાર્યો, સગીરા ઘરે પરત ફરી આપવીતી જણાવતા ભાંડો ફૂટ્યો…
વાંકાનેર શહેર ખાતે રહેતી એક સગીરાને મોરબીના ઢગાએ લગ્નની લાલચ આપી પરિવારજનોની ગેરહાજરીમાં વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસેથી સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરી ત્રણ દિવસ સુધી અલગ અલગ જગ્યાએ લઇ જઇ બાવળની ઝાડીઓમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી સગીરાને છોડી મુકતા મામલાનો પર્દાફાશ થયો છે, જેથી આ બનાવમાં આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર વિસ્તારમાં રહેતી એક સગીર વયની દિકરીને પોતાના ઘરે એકલી હોય અને માતા-પિતા તથા ભાઈઓ સવારે રોજી રળવા કામે ગયા હોય જેની પાછળથી આરોપી કાનજી ઊર્ફે કાના રાજુભાઈ ચાવડા (રહે. રામકૃષ્ણનગર સોસાયટી, મોરબી) વાંકાનેર આવી સગીરાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી વાંકાનેર રેલવે સ્ટેશન પાસેથી સગીરાનું અપહરણ કરી ભગાડી ગયો હોય, જે બાદ આરોપી સગીરાને પ્રથમ મોરબી બાદ રાજકોટ અને ત્યાંથી બાબરા લઇ ગયેલ,
જ્યાં બાબરા નજીક આવેલ ખોડીયારમાંના મંદિર ખાતે ત્રણ દિવસ સુધી સગીરાને રાખી બાજુમાં આવેલ વાડીમાં બાવળની જાળીમાં સગીરાને લઇ જઇ મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ ત્રણ દિવસ પછી રાત્રીના સગીરા પોતાના ઘરે વાંકાનેર પરત ફરી પરિવારજનોને આપવીતી જણાવી અસ્વસ્થ જણાતા હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જતા ષડયંત્રનો પર્દાફાશ થયો હતો, જેથી આ મામલે સગીરાની માતાએ આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે…